Showing posts with label Geological. Show all posts
Showing posts with label Geological. Show all posts

Thursday, May 7, 2015

Hot and Cold Water Springs | Lasundra, Kheda, Gujarat

Hot and Cold Water Springs 

(Lasundra, Kheda, Gujarat)


Have you heard of hot and cold water flowing naturally from same location hardly few feet apart! If no then you should visit the place called Lasundra. Just 65 km drive from Ahmedabad on Ahmedabad-Indore highway.

This place is a natural wonder where both hot and cold water springs are adjacent to each other and this is irrespective of any season. 

People with interest in geographic wonders and people with faith, both visit this place with equal enthusiasm.



ઠંડા અને ગરમ પાણીના કુંડ, લસુન્દ્રા  

તમે બાજુ-બાજુમાં વહેતા કુદરતી ગરમ અને ઠંડા પાણી વિશે સાંભળ્યું છે! ના? તો પછી તમારે લસુન્દ્રાની મુલાકાત લેવી જોઈએ. અમદાવાદ-ઇન્દોર હાઇવે પર અમદાવાદથી 65 કિમી  દૂર આવેલ આ ગામ કુદરતી અજાયબી છે. આ સ્થળે બંને ગરમ અને ઠંડા પાણી ઝરણા સાવ અડીને છે, અને તેય કોઈપણ સિઝનમાં.

ધાર્મિક વિશ્વાસ અને ભૌગોલિક અજાયબીઓમાં રસ ધરાવતા લોકો, બંને સમાન ઉત્સાહ સાથે આ સ્થળ મુલાકાત લે છે.

Wednesday, July 4, 2012

The Badlands, South Dakota | બેડલેન્ડ્સ, સાઉથ ડકોટા


Badlands National Parks | બેડલેન્ડ્સ નેશનલ પાર્ક

Badlands National Park is situated in South Dakota state of USA. It is 242,756 acres of protected land. Its specialty is beautiful blend of sharply eroded spires and peaks made from volcano and grass prairies. Different layers of hill displays different colors on spires. Animals like Bison (American Buffalo) are largely seen in this area. Some part of the Badlands is sanctuary for black ferret, one of the most endangered species of northern american continent.
Driving through Badlands during dawn or dusk with inclined sunlight is a "life-time" experience. Many congratulations to local administration and management for identifying and acknowledging natures beauty and protecting-promoting this place as a travel destination.

બેડલેન્ડ્સ નેશનલ પાર્ક - એ USAના સાઉથ ડકોટા રાજ્યમાં આવેલ પ્રદેશ છે. 2,42,756 એકરના આ વિશાળ પ્રદેશને રાષ્ટ્રીય સંરક્ષણ પ્રાપ્ત છે. જ્વાળામુખીથી ઉદભવેલા અને તીક્ષ્ણ ઘસારો પામેલા શિખરો-કુંદો અને મોટા લીલા ઘાસનાં મેદાન નું સંમિશ્રણ આ પ્રદેશની વિશેષતા છે.
બાઇસન (અમેરિકન ભેંસ) જેવા પ્રાણી અહીં વિશાળ માત્રામાં જોવા મળે છે, જયારે બ્લેક ફેરેટ જેવી લુપ્ત થઇ રહેલ પ્રજાતિ માટેનું અભયારણ્ય પણ આ જ ક્ષેત્રમાં આવેલ છે.  

ઉગતા સૂર્યનાં  ઉષાકિરણમાં કે સાંજના સૂર્યની સંધ્યા વચ્ચે  આ પ્રદેશમાંથી પ્રવાસ કરવો એ જીવનનો ઉત્તમ લહાવો છે. પ્રકાશની ધૂપ-છાંવ બેડલેન્ડ્સનાં શિખરોમાં નવી-નવી ભાત ઉભી કરે છે.
કુદરતની આ વિશેષતાને ઓળખીને તેને સંરક્ષણ આપી પ્રવાસન યોગ્ય બનાવવા માટે સ્થાનીય પ્રશાસન અને વ્યવસ્થાને ધન્યવાદ આપવા ઘટે છે.